Translate

ક્રૂઝમાં ચાલતી ડ્રગ્સ પાર્ટી પર NCBના દરોડા, શાહરૂખ ખાનના દીકરા આર્યનની પૂછપરછ

 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ શનિવારે મોડીરાત્રે મુંબઈમાં કોર્ડેલા ધ ઈમ્પ્રેસ નામના એક ક્રૂઝમાં રેડ પાડી હતી. દરોડા દરમિયાન પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને 10 લોકોની અટકાયત કરી હતી. મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે, NCBના દરોડા દરમિયાન જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં બોલિવુડના મેગાસ્ટારનો દીકરો પણ છે.

જાણવા મળ્યું છે કે, શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ અટકાયત કરી છે. NCBના સિનિયર અધિકારીએ કહ્યું, "તેની સામે તપાસ ચાલી રહી છે."

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આર્યન ખાનની પૂછપરછ થઈ રહી છે પરંતુ તેની પાસેથી ડ્રગ્સ પકડાયા હોવાની શક્યતા ઓછી છે. આશંકા તો એવી પણ છે કે, અન્ય એક બોલિવુડ સ્ટારના દીકરાની પણ આ કેસમાં અટકાયત કરવામાં આવી છે. 

No comments