Translate

ગુજરાત ના નવા CM ભુપેન્દ્ર પટેલ નો વલસાડ સાથે છે જુનો નાતો | વલસાડની આ સ્કૂલમાંથી મેળવ્યું હતું પ્રાથમિક શિક્ષણ

  


વલસાડની આવાબાઇ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રતિષ્ઠિત શાળામાં ધો.5 થી 10 સુધી અભ્યાસ કર્યો હોવાની વાત ખુદ સીએમ પટેલે કરતાં વલસાડનું નામ ફરીથી ગુજરાતમાં ગુંજતું થઇ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નાતો વલસાડ સાથે પણ વર્ષો પહેલાંનો હતો તે વાત હાલે જિલ્લા ભાજપના હોદ્દેદારો ગાંધીનગર ગયા હતા ત્યારે બહાર આવી હતી.

જેમાં નવા સીએ ભૂપેન્દ્ર પટેલે સ્વંય આ વાત તેમને કહીને તેમના અભ્યાસકાળનો એક અરસો વલસાડની આવાબાઇ હાઇસ્કુલ સાથે જોડાયેલો હોવાનું ગૌરવ સાથે જણાવ્યું હતું.ગુજરાતના 17માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ રજનીકાંત પટેલનું બાળપણ વલસાડ શહેરમાં પણ વિત્યું હોવાની ગૌરવપૂર્ણ બાબત સામે આવી છે.તેમના પિતા રજનીકાંતભાઇ વલસાડની સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ભુપેન્દ્રભાઇ તે સમયે બાઇ આવાંબાઇ હાઇસ્કુલમાં ધો.5 થી 10 સુધી ભણ્યા હતા.

આ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભુપેન્દ્રભાઇ ડિપ્લોમા સિવિલ એન્જિનીયરિંગ માટે અમદાવાદ ગયા હતા.જ્યાં તેમણે એન્જિનીયરિંગ કર્યા બાદ રિઅલ અસ્ટેટમાં ઝંપલાવી તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. આજે વલસાડની શાળામાં ભણી ચૂકેલા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીના પદ સુધી પહોંચ્યા છે. CM વિદ્યાર્થીકાળ વલસાડમાં પણ પસાર થયો છે, બાઇ આવાંબાઇ સ્કૂલના વિદ્યાર્થી રહી ચૂક્યા હોવાનો ગર્વ વલસાડવાસીઓ અનુભવ કરી રહ્યા છે.

No comments