Translate

વલસાડ ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ' અંતર્ગત મેગા ફ્રીડમ રન યોજાઈઃ

 


જિલ્લાના ૧પ૦ થી વધુ સ્‍પર્ધકો સહભાગી બન્‍યા

આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી તથા પંડિત દીનદયાલ ઉપાધ્‍યાય જન્‍મ જયંતિના ભાગરૂપે કેન્‍દ્રિય ખેલ મંત્રાલય અને વલસાડ જિલ્લા નહેરૂ યુવા કેન્‍દ્રના સંયુક્‍ત ઉપક્રમે મેગા ફ્રીડમ રન યોજાઇ હતી. નહેરુ યુવા કેન્‍દ્ર, વલસાડની કચેરીથી પાલીહીલ સુધી યોજાયેલી આ મેગા ફ્રીડમ રનમાં જિલ્લા યુવા અધિકારી, નહેરુ યુવા કેન્‍દ્રના સ્‍વયંસેવકો, શ્રમજીવી સંસ્‍કાર વિદ્યાલયના શિક્ષકો સહિત જિલ્લાના ૧પ૦ થી વધુ યુવક-યુવતીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઇને સ્‍વસ્‍થ અને તંદુરસ્‍ત રહેવાનો સંદેશો આપ્‍યો હતો અને ફિટનેસ પ્રત્‍યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ દોડ દરમિયાન કોરોના માર્ગદર્શિકાનું ચુસ્‍તપણે પાલન કરવામાં આવ્‍યું હતું.


No comments