Translate

વલસાડ શહેર માજી ભાજપ પ્રમુખ નું અવસાન

 

 વલસાડ શહેર ભાજપ માજી  પ્રમુખ કેટલાક સમયથી બીમાર હતા.  બાદ ગઈકાલે મધ્યરાત્રે વલસાડ ની હોસ્પિટલમાં સરવાર દરમિયાન અવસાન થતા માહ્યાવંશી સમાજ સહીત  ભાજપ સંગઠનમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી. તેમની સ્મશાનયાત્રામાં માહ્યાવંશી સમાજના લોકો,  રાજકારણીઓ, મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં જોડાયા હતા. 

 વલસાડ શહેરના બેચર રોડ ઉપર આવેલ "ડાંગ વીલા" નામના મકાનમાં નરેન્દ્ર ઉદેસીંગ ડાંગ રહે છે. નરેન્દ્ર ભાઈ ડાંગ ના   વલસાડ ભાજપ સંગઠનના પાયાના કાર્યકર અને વલસાડ  શહેર ભાજપ  માજી પ્રમુખ તરીકે સેવા આપી હતી. નરેન્દ્ર  ડાંગ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેઓનું ગઈકાલે રાત્રે 1 કલાકે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થતાં માહ્યાવંશી સમાજ સહીત ભાજપ સંગઠનમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી. આજ રોજ બુધવારના રોજ બપોરે ૧ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળેલી સ્મશાન યાત્રામાં જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ હેમંત ભાઈ કંસારા, વલસાડ જિલ્લા પંચાયત માજી વિરોધ પક્ષ નેતા ધર્મેશ ઉર્ફે ભોલા  પટેલ, ઉત્તર ભારતીય સમાજ પ્રમુખ આર. આર. મિશ્રા,માહ્યાવંશી  સમાજ, વલસાડ નગરપાલિકાના સભ્યો, શહેર ભાજપ સંગઠન, મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં જોડાયા હતા. નરેન્દ્રભાઈના અકાળે અવસાન થતા તેમની પત્ની મીનાબેન બે પુત્રોમાં અભિષેક ડાંગ,   રોનક ડાંગ સહીતડાંગ  પરિવારને વિલાપ કરતા છોડી ગયા હતા. 


No comments