આવતીકાલે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે
વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ આવતીકાલે હવે સામાન્ય પ્રવાહ, કોમર્સ અને ઉત્તર બુનિયાદી પ્રવાહનું વર્ષ 2021નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ વર્ષે અંતિમ પરીક્ષા લીધા વગર જ નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે.
આવતીકાલ એટલે કે 31 જુલાઈના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે. પરિણામ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે.

No comments