Translate

વલસાડ મુસ્લિમ સમાજ અને વેસ્ટર્ન રેલવે એમપ્લોઈઝ યુનિયન દ્વારા વેક્સિન કેમ્પ યોજાયો



               મદ્રેસા અનવારે હિદાયત, પારની વાડ, નાના તાઈવાડ ખાતે વલસાડ મુસ્લિમ સમાજ અને વેસ્ટર્ન રેલવે એમપ્લોઈઝ યુનિયન દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. 

જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર મનોજ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડોકટર કમલ ચૌધરી, અર્બન પ્રાઇમરી હેલ્થ કેન્દ્ર ના ડોકટર પિયુષ ભોયા ના સહયોગ થી આ કેમ્પ નું આયોજ કરવામાં આવ્યું હતું.

             આ કેમ્પ માં કુલ 226 લોકો એ કોરોના વેક્સિન મૂકાવી હતી. આ વેક્સિનેશન કેમ્પ કાસમભાઈ બલસારી , મહેમૂદ ભાઈ મુલ્લા, મૌલાના મિસબા રંગારા, ઇકબાલ કુરેશી નાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે વલસાડ મુસ્લિમ સમાજના બુરહાન ટેલર,  હમઝા સૈયદ, સમીર બેલીમ, નઈમ બેલીમ, સલમાન પઠાણ,અબરાર બેલીમ અને વેસ્ટર્ન રેલવે એમપ્લોઈઝ યુનિયન ના બ્રાંચ સેક્રેટરી હુસેન બેલીમ, પ્રસાદ કાજલે અને તુષાર મહાજન, સ્મિતા પટેલ તેમજ  અર્બન હેલ્થ સેન્ટર

શહીદ ચોક ના પેરામેડીકલ સ્ટાફે ભારે જહેમત ઊઠાવી હતી.

અર્બન હેલ્થ સેન્ટર અબ્રામા ના ડોકટર કિંજલ બેને સતત મુસ્લિમ સમાજ ના આગેવાનો ને તેમજ મહિલાઓ ઓને વેકસીન લેવા માટે પ્રેરિત કર્યા હતા જેના પરિણામે 226 લોકોએ વેકસીન લીધી હતી.

No comments