Translate

વલસાડ જિલ્લામાં તૌકતે વાવાઝોડાને લઇ દિવસભર વરસાદ

 


વલસાડ જિલ્લામાં તૌકતે વાવાઝોડાને લઇ દિવસભર વરસાદ ચાલુ રહયો હતો. આજે તા.૧૮/૫/૨૦૨૧ના રોજ સવારે ૬-૦૦ થી સાંજના ૪-૦૦ વાગ્‍યા સુધીમાં વલસાડ જિલ્લામાં સરેરાશ ૬૭ મી.મી. એટલે કે, ૨.૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે. તાલુકાવાર વરસાદની વિગત જોઇએ તો વલસાડ તાલુકામાં ૬૮ મી.મી., પારડીમાં ૭૮ મી.મી., વાપીમાં ૬૫ મી.મી., ઉમરગામમાં ૧૨૭ મી.મી., ધરમપુરમાં ૨૫ મી.મી. અને કપરાડામાં ૩૬ મી.મી. વરસાદ વરસ્‍યો છે. 

આ અગાઉ આજદિન સુધી એટલે કે તા.૧૮/૫/૨૦૨૧ના રોજ સવારે ૬-૦૦ કલાક સુધીમાં વલસાડ તાલુકામાં ૫૨ મી.મી., પારડીમાં ૫૮ મી.મી., વાપીમાં ૨૦ મી.મી., ઉમરગામમાં ૧૯૧ મી.મી., ધરમપુરમાં ૦૯ મી.મી. અને કપરાડામાં મી.મી. ૧૧ વરસાદ વરસી ચૂકયો હોવાનું વલસાડ જિલ્લા ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ કંટ્રોલરૂમ દ્વારા જણાવાયું છે.

No comments