દેસાઇ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કોવિડ -૧૯ રાહત કામગીરી
દેસાઇ ફાઉન્ડેશન ટ્રસ્ટ , નવસારી , કોવિડ વૈશ્વિક મહામારીના સમયમાં ગુજરાત , મહારાષ્ટ્ર રાજસ્થાન , ઉત્તરપ્રદેશ , તમિલનાડુ તથા મધ્યપ્રદેશમાં કાર્યરત છે . દેસાઇ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારીની શરૂઆતથી જ માસ્ક ઓફ હોપ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો, જેમાં દર મહિને ૧ લાખ માસ્ક એવા અત્યાર સુધી ૧૨ લાખ માસ્કનું ઉત્પાદન ૩૮૦ થી વધારે ગામડાની બહેનો દ્વારા કરી તેઓને રોજગારીની તક આપી તેમજ એ માસ્કનું નિઃશુલ્ક વિતરણ જરૂરિયાતમંદને કરવામાં આવ્યું . તેમજ મફતમાં ૫૦૦૦ આસાની સેનિટરી નેપકિનનું વિતરણ કરવામાં આવ્યું . કોરોના મહામારીના બીજા તબક્કામાં વિવિધ રાહત કામગીરી જેમ કે ...
કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલને સહાય
૨૦ વેન્ટીલેટર મશીન
૫૦ ઓક્સિજન કોન્શનટ્રેટર
૮૦ BiPAP મશીન
૨૫૦ મેડિકલ કીટ
૫૦૦૦ PPE કીટ
૧૦૦૦૦ આરોગ્ય કીટ
૧૦૦૦૦ અનાજ કીટ
૧૦૦૦૦ આસાની સેનેટરી નેપકીન
હેલ્પલાઈન સેવા દ્વારા કોરોના ટેસ્ટીંગ અને વેક્સીન જાગૃતિનું કાર્ય
દેશને અત્યંત જરૂરી એવી સેવા ૫ લાખ એન્ટીજન રેપિડ ટેસ્ટ કીટ વિવિધ સંસ્થાઓ તથા સરકાર , ને આપવામાં આવશે .

No comments