કપરાડા તાલુકા એપીએમસી ની ચૂંટણીમાં સતત બીજી ટર્મ માટે મુકેશ પટેલ ચૂંટાયા...હવે મારુ લક્ષ્ય મોડેલ એપીએમસી બનવવાનું..મુકેશ પટેલ
કપરાડા તાલુકાના ખેડૂતો અને વ્યાપારીઓને સમાવતી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ કપરાડા ના પ્રમુખ ઉપ પ્રમુખ માટેની કોવિડ.19ના ગાઈડ લાઇન અંતર્ગત યોજાયેલી સભામાં મતદાન બાદ વર્તમાન ચેરમેન અને જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ અને યુવા નેતા મુકેશ પટેલ સતત બીજી ટર્મ માટે વિજેતા જાહેર થયા હતા. તેમણે વલસાડ જિલ્લા પચાયતના કારોબારી અધ્યક્ષ ગુલાબ રાવુંતને હરાવતા કપરાડા ના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.ઉપ પ્રમુખ તરીકે ચંદર ગાયકવાડ બિન હરીફ વિજેતા થયા હતા.કુલ 15 મતો પેકી મુકેશ પટેલને 10 અને ગુલાબ રાવુંતને 5 મતો મળ્યા હતા.વિજેતા થયેલા મુકેશ પટેલે પત્રકારોને જણાવ્યું કે તેઓ સતત બીજી ટર્મ માટે વિજેતા થતા આવનારા સમયમાં ખેડૂતો અને વેપારીઓ ને સતાવતી સમસ્યાઓને દૂર કરી મોડેલ એપીએમસી બનાવાશે તેમ જણાવ્યું હતું.

No comments