વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા કોરોના વેક્સિનેશન નો કેંપ યોજવામાં આવ્યો.
વેસ્ટર્ન રેલવેના વલસાડના રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન ના ડિઝનલ સેક્રેટરી પ્રશાંત કાનડે ના માર્ગદર્શન હેઠળ યુનિયન દ્વારા ફ્રી કોરોના વેક્સિનેશન નો કેંપ યોજવામાં આવ્યો હતો.
તારીખ ૬ એપ્રિલ થી ૮ એપ્રિલ સુધી સતત ૩ દિવસ સુધી કેમ્પ યોજી વલસાડના રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો ને કોરોના ની વેક્સિન મૂકવામાં આવી હતી.
આ કેમ્પનું આયોજન વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી અને શહરી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર, અબ્રામા, વલસાડ ના સહયોગથી યોજવામાં આવ્યો હતો.
વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન નો પહેલો કોરોના વેક્સિનેશન નો કેંપ તારીખ ૬/૪/૨૦૨૧ રોજ ઇલેક્ટ્રિક લોકો શેડ વલસાડ ખાતે યોજવામાં આવ્યો હતો તેમાં ૩૭૮ વ્યક્તિઓએ કોરોના વેક્સિન મૂકાવી હતી. તારીખ ૭/૪/૨૦૨૧ ના રોજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની ઓફિસ ખાતે યોજવામાં આવ્યો તેમાં ૧૭૦ વ્યક્તિઓએ કોરોના વેક્સિનનો લાભ લીધો હતો. તારીખ ૮/૪/૨૦૨૧ નાં રોજ સતત ત્રીજા દિવસે યુનિયનની ઓફિસમાં કેંપ રાખવામાં આવ્યો હતો. તેમાં બપોરે 2.00 વાગયા સુધી126 વ્યક્તિઓએ કોરોના વેક્સિન મૂકાવી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર મનોજ, તાલુકા આરોગ્ય અધિકારી ડોકટર કમલ,અર્બન પ્રાઇમરી હેલ્થ કેન્દ્ર ના ડોકટર કિંજલ ડોકટર અનુપા ના સહયોગ થી આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ ને સફળ બનાવવા માટે પેરામેડિકલ સ્ટાફ કિન્નરી,જિનલ,દીપન, દિવ્યેશ
તેમજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન ના તમામ કાર્યકર્તાઓ એ ભારે ઝહેમત ઉઠાવી સફળ બનાવ્યું હતું


No comments