Translate

વલસાડ જિલ્લાના તમામ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્‍યકત કરતા જિલ્લા કલેકટર આર.આર. રાવલ

 વલસાડ જિલ્લો સ્‍વયંભૂ જડબેસલાક બંધ



કોરોના સંક્રમણને અટકાવવા વહીવટીતંત્રના અથાગ પ્રયત્‍નના ભાગરૂપે જિલ્લા કલેકટર આર.આર.રાવલે કરેલી સ્‍વૈચ્‍છિક બંધની અપીલને માન આપી વલસાડ જિલ્લાના લોકોએ પ્રંચડ પ્રતિસાદ આપ્‍યો છે. આજે વલસાડ જિલ્લો સ્‍વયંભૂ જડબેસલાક બંધ રહયો છે. કોરોનાની ગાઇડલાઇન સાથે આજે ચુસ્‍ત અમલ સાથે બંધ પાળ્‍યો તે બદલ તમામ વેપારી એસોસીએશનો, હોટલ એસોસીએશનો, ચેમ્‍બર ઓફ કોમર્સ, જી.આઇ.ડી.સી. વગેરે તમામ એસોસીએશનો તથા જિલ્લાના તમામ નાગરિકોનો પણ  જિલ્લા કલેકટરશ્રી રાવલ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્‍યકત કરવામાં આવ્‍યો છે.


No comments