વલસાડ ના પત્રકારો ને કોરોના વોરિયર્સ માં સમાવિષ્ટ કરી વેકશીન આપવા મુખ્યમંત્રી ને રજુઆત
વલસાડ ભાજપ દ્વારા સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ ને કરાઈ રજુઆત
વલસાડમાં કોરોના નું સંક્રમણ વધતા પત્રકારો પણ વોરિયર્સ ની ભૂમિકા માં હોય તેઓ સંક્રમણ નો ભોગ ન બને તે માટે વલસાડ જિલ્લા મીડિયા એસોસિએશન ના સભ્ય અને જિલ્લા ભાજપ ના કોષાધ્યક્ષ રાજેશ ભાઈ દ્વારા જિલ્લા ભાજપ ના પ્રમુખ ને વલસાડ ના પત્રકાર મિત્રો ને કોરોના વેકશીન આપવા થયેલી ભલામણ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા દ્વારા આ અંગે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને લેખિત રજૂઆત કરી વલસાડ ના પત્રકારો ને કોરોના વોરિયર્સ ગણી વેકશીન આપવા રજૂઆત થઈ છે.જેમાં જણાવાયુ છે કે સરકાર દ્વારા હાલ કોરોનો વેકશીન અભિયાન ચાલી રહ્યું છે તેમાં 45 થી 60 વર્ષ ના નાગરિકો ને રસી આપવામાં આવી રહી છે ત્યારે કોરોના કાળ માં કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરનાર પત્રકારો ને પણ કોરોના વેકશીન આપવામાં આવે તેવી અંગત ભલામણ છે.
આમ સ્થાનીક ભાજપ દ્વારા વલસાડ ના પત્રકારો ને કોરોના વોરિયર્સ માં સમાવેશ કરી વેકસીન આપવા રજુઆત કરવામાં આવી છે, અત્રે નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધતા કોવિડ-19 રોગપ્રતિકા૨ક ૨સીકરણ અભિયાન શરૂ થયું છે અને વલસાડ જિલ્લામાં હાલ 60 વર્ષથી વધુ વયજુથ ધરાવતાં નાગરિકોને તેમજ 45વર્ષથી 60 વર્ષ સુધીની વયજુથનાં કોમોર્બિડીટી ધરાવતાં નાગરિકોને કોરોનાની વેકસીન આપવાની ઝુંબેશ ચાલુ છે.
તા. 1લી એપ્રિલ, 2021થી સરકારની માર્ગદર્શિકા અનુસાર 45 થી વધુ વયના તમામ નાગરિકોને કોરોનાની ૨સી આપવામાં આવશે. વલસાડ જિલ્લાનાં તમામ કોવિડ-19 ૨સીકરણ કેન્દ્રો ખાતે સ્થળ ઉપર જ નોંધણી કરાવી રસીકરણનો લાભ આપવામાં આવનાર છે ત્યારે અગાઉ કોરોના વોરિયર્સ ને રસી અપાઈ હતી અને બીજા ત્રીજા રાઉન્ડ માં નિયમ મુજબ રસી ના ડોઝ અપાશે ત્યારે પત્રકારો ને પણ કોરોના વોરિયર્સ માં સ્થાન આપી રસી આપવા રજુઆત થઈ છે.

No comments