ધરમપુરના રેઇનબો વોરિયર્સનો અકસ્માતો અટકાવવા અનોખો પ્રયાસ..
રેઈન્બો વોરીયર્સ ધરમપુર છેલ્લા કેટલાક સમયથી જનજાગૃતિ અને જન કલ્યાણકારી કામગીરી કરી રહ્યું છે ,જે અન્ય સેવાભાવી સંસ્થાઓ માટે માઈસ્ટોન કહી શકાય તેમ છે. હાલમાં હોળી પર્વ પ્રસંગે રેઈન્બો વોરીયર્સ ધરમપુર દ્વારા વધતા અકસ્માતને નિવારવા બરુમાળ ગામથી આવધા ગ્રામપંચાયત ભવન સુધી અંદાજિત ૫ કિ.મી. સુધીના રસ્તા ઉપર અકસ્માત નિવારણ માટે રસ્તાને અડીને આવેલા વૃક્ષો ઉપર ગેરુ - ચૂનો લગાડવાની, અમુક વૃક્ષો ઉપર અને રસ્તા ઉપર રીફલેકટર પટ્ટી લગાડવાની તેમજ અમુક ઠેકાણે વળાંક માં સફેદ પટ્ટા દોરવાનું માનવીય અને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
ધરમપુર થી વિલ્સન હીલ તરફના આ રસ્તાનું નવિનીકરણ કરાતા બરૂમાળ ગામથી આવધા ખડકદહાડ સુધીનો રસ્તો ભય જનક હોવાથી આવધા પ્રાથમિક શાળા ના હેડ ટીચર પાયલબેન પટેલ અને ચાઇલ્ડ કેર હોસ્પિટલ, ધરમપુર ના ડૉ.રીતેશભાઈ પટેલ તેમજ રેઈન્બો વોરીયર્સ ધરમપુરના કો ઓર્ડીનેટર શંકરભાઈ પટેલ ના નેતૃત્વ હેઠળ શિક્ષકો અને રેઈન્બો વોરીયર્સ દ્વારા હોળીની રચનાત્મક - હકારાત્મક અને પ્રેરણાત્મક ઉજવણી ના ભાગરૂપે અકસ્માત નિવારણ માટેનું કાર્ય કરવામાં આવ્યું હતું.



No comments