Translate

વલસાડ જિલ્લામાં હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ કરવાની રહેશે



આગામી તા.૨૮મી માર્ચે, હોળી તથા તા.૨૯મી માર્ચ, ૨૦૨૧ના રોજ ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્‍ય સજોગોમાં હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્‍થળો, ખુલ્લા મેદાનો તથા રસ્‍તાઓ પર મોટી સંખ્‍યામાં એકત્રિત થતા હોય છે. મોટી સંખ્‍યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શકયતા છે. આ હકીકત ધ્‍યાને રાખી રાજયમાં હાલમાં પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્‍થિતિ ધ્‍યાને લેતાં હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્‍યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે  સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી-દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન માર્ગદર્શિકાનું ચુસ્‍તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે. વધુમાં ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમને પણ મંજુરી આપી શકાશે નહીં. ગૃહ વિભાગની આ સૂચનાઓનું સમગ્ર વલસાડ જિલ્લાવાસીઓને ચુસ્‍તપણે પાલન કરવા નિવાસી અધિક કલેક્‍ટર, વલસાડ દ્વારા જણાવાયું છે.

No comments