Translate

વલસાડના માલવણ માં એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઈ.24 રમતોમાં સ્પર્ધકોએ ભાગ લીધો

 



વલસાડ માલવણ આગર ફળિયા ગ્રામ પંચાયત યુનિટી ફિટનેસ કલબ દ્વારા પ્રથમ વખત ગામની અંદર યુવા પેઢીઓ વિવિધ રમત ક્ષેત્રે આગળ વધે અને ગામના યુવાનો ફિટનેસને લઈ તંદુરસ્ત રહે એ માટે પેહલી વખત ઍથલેટીક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વિવિધ રમતો રમાંડવાનું આયોજન કરાયું હતું ..જેમાં 24 રમતોમાં  9 વર્ષ થી લઈ 35 વર્ષ થી ઉપરના 250 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તમામ વિજેતા ખેલાડીઓને કમિટી દ્વારા  મેડલ અને આકર્ષક ટ્રોફી આપી પ્રેરિત કરવામાં આવી હતી.. કમિટી મેમ્બર ના સભ્ય ડો.મનેષ પટેલ કિરીટ પટેલ, પરેશ પટેલ, વિજય પટેલ, કેવલ પટેલ, પકેશ પટેલ અને અજય પટેલ સાથે ગામના તમામ યુવામીત્રોના  સહકાર થી છેલ્લા ત્રણ માસ થી તૈયારીઓ કરી હતી...જ્યારે આ. ઇવેન્ટ સમગ્ર વલસાડ જિલ્લામાં પ્રથમ વાર આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાયા હતા જેનો  મુખ્ય ઉદ્દેશ રમશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત ને આગળ જતા વલસાડ માલવણ ગામના યુવા પેઢી રમત ક્ષેત્રે ભારતને આગળ વધાવે એવી આશા કમિટી સભ્યો એ દર્શાવી હતી

No comments