વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા ભિલાડ ચેકપોસ્ટ ખાતે સઘન ચેકિંગ
રાજ્યમાં વધી રહેલા કોરાના સંક્રમણના કેસો તેમજ વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ હોવાથી મહારાષ્ટ્રમાંથી આવતા પ્રવાસીઓનું ગુજરાતના પ્રવેશ દ્વાર એવા ભિલાડ ચેકપોસ્ટ ખાતે ૧૦૦ ટકા સ્કેનિંગ થાય તે માટે તાજેતરમાં જ જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલ દ્વારા કોરોના સંક્રમણ અંગેની સમીક્ષા બેઠકમાં જરૂરી સુચના આપી હતી. આ ઉપરાંત રાજય સરકારની પણ સુચના અનુસાર મહારાષ્ટ્રમાંથી આવતા તમામ લોકોનું સ્કેનિંગ થાય તે માટે આર.ટી.ઓ., પોલીસ અને આરોગ્ય વિભાગને ફરજ ઉપર ૨૪×૭ તૈનાત કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા રાજય બહારના પ્રવાસીઓનું સ્કેનિંગ કરવામાં આવી રહયું છે. નેશનલ હાઇવે ઉપર વાહનો માટે અલગ-અલગ લાઇન કરી સઘન ચેકિંગ હાથ ધરાયું છે.

No comments