Translate

વલસાડ જિલ્લામાં આજથી  અધિકારી/ કર્મચારીઓને કોવિડ- ૧૯ વેક્સિનેશન



   

વલસાડ જિલ્લામાં  કલેકટર કચેરી, પોલીસ, નગરપાલિકા, મામલતદાર કચેરી તેમજ હોમગાર્ડ વગેરે વિભાગોમાં  ફરજ બજાવતા અધિકારી- કર્મયોગીઓને કોરોનાની વેકિસન આપવાનો આરંભ કરવામાં આવ્યો હતો. 

વલસાડ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાના છ તાલુકાઓમાં  ૧૩ જેટલા સ્થળોએ ૨૪૯૫ અધિકારી- કર્મચારીઓને કોવિડ-૧૯ વેકસિનેશનનું  આયોજન કરવામાં આવ્યું છે. 

 આજે વલસાડ જિલ્લામાં યોજાયેલા વેક્સિન કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપ સિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર એન.એ.રાજપૂત સહિત વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓએ કોરોનાની રસી લીધી હતી. 


No comments