Translate

વલસાડ માં ટ્રીપલ મર્ડર કેસ માં આજીવન કેદ ની સજા

 


પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તા.૧૦/૦૧/૨૦૨૧ થી તા.૦૯/૦૨/૨૦૨૧ સુધી સમગ્ર રાજયમાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ તથા પેરોલ ફર્લો પર છુટેલ આરોપીઓ પરત જેલમાં હાજર ન થયેલ હોય તેવા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા ઝુંબેશ રાખવામાં આવેલી છે. આ ઝુંબેશ અન્વયે વોન્ટેડ આરોપીઓને પકડવા માટે અધિક પોલીસ મહાનિર્દેશક રાજકુમાર પાંડીયન સુરત વિભાગ સુરત તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ વલસાડ જીલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગૃપના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.બારડ ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી શાખાના પોલીસ કોન્ટેબલ ખુમાનસિંહ જયસિંહને બાતમી મળેલ કે, વલસાડ સીટી પો.સ્ટે 1 ગુ.રજી. નંબર.૫/૨૦૧૦ ઇ.પી.કો કલમ ૩૦૨, ૪૪૯, ૪૯૮(ક), ૫૦૪, ૫૦૬(ર) મુજબના ટ્રીપલ મર્ડરના ગુન્હામાં નામદાર વલસાડ સેશન્સ કોર્ટ દ્વારા તા. ૩૦/૦૧/૨૦૧૮ ના રોજ આરોપી- મીલીન્દ રમણીકલાલ સુરતી રહેવાસી. ૩૦૧/બી આસોપાલવ એપાર્ટમેન્ટ તીથલ રોડ, વલસાડ તા.જી.વલસાડ ને જીવનના અંતિમ શ્વાસ સુધી તથા રૂપીયા 1,00,000/- ના દંડની સજા કરવામાં આવેલ જે સજા અન્વયે આરોપી મીલીન્દ રમણીકલાલ સુરતી સુરત ખાતે લાજપોર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી નંબર ૧૫૩૪ તરીકે સજા ભોગવતો હતો. તે દરમ્યાન મજકુર આરોપી તા. ૨૪/૧૦/૨૦૧૯ થી દિન-૧૪ ની પેરોલ ફર્લો રજા મેળવી છુટેલ હતો. અને તેને તા.૦૮/૧૧/૨૦૧૮ ના રોજ લાજપોર મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હોય. પરંતુ જેલમાં પરત હાજર થયેલ ન હતો અને પેરોલ જમ્પ કરી છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો હોય જે અંગે મજકુર આરોપી મીલીબ્દ વિરૂધ્ધ વલસાડ સીટી પો.સ્ટે. 1 ગુ.રજી.નં.૩૧૦/ર૦૧૯ પ્રિઝન્સ એક્ટની કલમ ૫૧-એ, ૫૧.બી મુજબનો ગુનો તા. ૨૧/૧૧/૨૦૧૭ ના રોજ દાખલ થયેલ હોય મજકુર આરોપી વડોદરા રૂરલ વિસ્તારમાં લેવાની બાતમી મળતા બાતમીવાળી જગ્યાએથી વલસાડ જીલ્લા એસ.ઓ.જી ની ટીમે મજકુરને વડોદરા ખાતેથી તા 30/0૧/ર૦૨૧ ના રોજ પકડી પડિયો હતો.

આ પ્રકરણ માં મજકુર આરોપી મીલીન સુરતી અગાઉ સને ૨૦૧૫ ના વર્ષ દરમ્યાન નામદાર સેશન્સ કોર્ટ વલસાડમાં ટ્રાયલ ચાલુ હતી ત્યારે સેશન્સ કોર્ટમાં મુદતે રજુ કરવા માટે લાજપોર જેલમાંથી લઇ આવૈલ ત્યારે તા.30/૧૦/૨૦૧૫ ના રોજ વલસાડ સેશન્સ કોર્ટના પોલીસ લોકઅપ માંથી નાસી ગયો હતો.

No comments