વલસાડ જિલ્લાનું ગૌરવ
વાપી નગરપાલિકા વિસ્તારના આવાસને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેસ્ટ આવાસ એવોર્ડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઓનલાઇન બેસ્ટ આવાસ એવોર્ડ એનાયત
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી હતી. વાપી નગરપાલિકા વિસ્તારમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજનાના બી.એલ.સી ઘટક (બેનીફીસીયરી લેડ કન્સ્ટ્રકશન) ની કામગીરી અંતર્ગત વાપી નગરપાલિકા વિસ્તારમાં વાપી કબ્રસ્તાન રોડ ઉપર લાભાર્થી પટેલ મીનાબેન રમેશભાઇ દ્વારા બનાવેલા આવાસને આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઇ-માધ્યમથી બેસ્ટ આવાસ એવોર્ડ થી સન્માનિત કર્યા છે.આ વેળાએ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રના હાઉસીંગ રાજયમંત્રી હરદીપસિંહ પુરી, અને કેન્દ્રના હાઉસીંગ સચિવશ્રી દુર્ગાશંકર મિશ્રા વિશેષ ઓનલાઇન ઉપસ્થિત રહયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી બે નગરપાલિકાઓની પસંદગી થઇ છે જેમાં વાપી નગરપાલિકાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ -૯૧૫ આવાસો વાપી નગરપાલિકા દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૬૧ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકીના આવાસોની કામગીરી ચાલુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના અન્ય ઘટક સી.એલ.એસ.એસ (ક્રેડિટ લિંક સબસિડી) યોજના અંતર્ગત સને ૨૦૧૬-૧૭ થી અત્યાર સુધીમાં કુલ ૫૫૧૦ કુંટુબોને લાભ આપવામાં આવ્યો છે.
આ અવસરે જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલ, વાપી નગરપાલિકાના પ્રમુખશ્રી વિઠ્ઠલભાઇ પટેલ, ચીફઓફિસરશ્રી દર્પણ ઓઝા, લાભાર્થી મીનાબેન સહિત નગરપાલિકાના હોદ્ેદારો અને અધિકારીઓ હાજર રહયા હતા.


No comments