ગાડીઓવાળા માટે રાહતના સમાચાર, આ તારીખ સુધી વધારાઈ FASTAG ની ડેડલાઈન
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હાઈવે પરથી પસાર થતાં તમામ વાહનો માટે તારીખ 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત કરવા જણાવ્યું હતું પરંતુ હવે તેની સમયમર્યાદા વધારવામાં આવી છે. હવે ફરજિયાત ફાસ્ટેગ ની ડેડલાઈન તારીખ 15 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી છે. મતલબ કે જો તમારી ગાડીમાં ફાસ્ટેગ નથી તો તેને લગાવવા માટે દોઢ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
કારણકે હજુ પણ દેશમાં ઘણાં કારચાલકો રોકડમાં ટોલ ટેક્સ ભરી રહ્યા છે. હાલ ફસત્તાગ દ્વારા કલેક્શન 75-78 ટકાની આસપાસ છે. સરકારે પહેલા એવું જણાવ્યું હતું કે તારીખ 1 જાન્યુઆરી, 2021થી તમામ જૂની ગાડીઓ માટે ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવશે. NHAI એ કહ્યું હતું કે તારીખ 1 જાન્યુઆરીથી રોકડમાં ટોલ કલેક્શન સંપૂર્ણરીતે બંધ કરવામાં આવશે. પણ, હવે ફરજિયાત ફાસ્ટેગ ની ડેડલાઈન તારીખ 15 ફેબ્રુઆરી, 2021 સુધી વધારવામાં આવી છે. સરકાર ટેક્સ કલેક્શન સંપૂર્ણરીતે ફાસ્ટેગ દ્વારા વસૂલવા માગે છે. ટોલ પ્લાઝા પર કેશને ખતમ કરવા માટે સરકારે બંને સાઈડ ફાસ્ટેગ માટે અલગથી લાઈન બનાવી છે. તેવામાં જો કોઈ ફાસ્ટેગ વિના આ લાઈનમાં આવશે તો તેઓને સામાન્ય ટોલ ફી કરતા વધુ પેમેન્ટ કરવાનું રહેશે.
એક અધિકારીએ કહ્યું કે રોકડ વ્યવહાર પણ કાયદાકીય છે. કોઈને પણ કેશ ટ્રાન્ઝેક્શન કરતા રોકી શકાય નહીં. પણ, સારો વિકલ્પ એ છે કે MV Rule ને કડકાઈથી લાગુ કરવો કે જેનાથી કાયદેસર ફાસ્ટેગ ફરજિયાત થઈ જશે. હાલના મહિનાઓમાં ફાસ્ટેગ ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં ભારે વધારો થયો છે.
લોકોની સુવિધા માટે ટોલ પ્લાઝા પર વિવિધ બેંકોના એજન્ટ અને NHAI તરફથી કાઉન્ટર લગાવવામાં આવ્યા છે. લોકો પોતાની ગાડીની આરસી બુક અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા આધાર કાર્ડ દેખાડીને ત્યાંથી ફાસ્ટેગ ખરીદી શકે છે. ફાસ્ટેગ ફરજિયાત થયા પછી ટોલ પ્લાઝા પર વાહનોને રોકાવું નહીં પડે અને ટોલ ટેક્સની ચૂકવણી ઈલેક્ટ્રોક્નિકરીતે થઈ જશે.

No comments