31 ફસ્ટની ઉજવણી આ રીતે પણ કરી શકાય...વાપીના પરિવારે વડખભા માં ગરીબ પરિવારો સાથે ઉજવી
31 ફસ્ટ ની ઉજવણી લોકો સામાન્ય રીતે પાર્ટીઓ કરી મોજમજા પાછળ મોટો ખર્ચ કરતા હોય છે ત્યારે વાપીના માંગીલાલ શર્મા પરિવાર એ 31 ફસ્ટની ઉજવણી કપરાડા તાલુકાના વડખભા અનમોલ ફર્નિચર ખાતે કરી પ્રેરણાદાયક કાર્ય કર્યું છે. મૂળ ધરમપુરના બામટી ગામના અને વાપીમાં બિઝનેશ અર્થે સ્થાઈ થયેલા હરીશ પટેલ વર્ષોથી કપરાડા માં ગરીબોને સહાયભૂત થવા પુસ્તકો,અનાજ વિતરણ,ધાબળા વિતરણ કરે છે.ત્યારે વાપીના તેમના મિત્ર માંગીલાલ શર્મા એ 31 ના દીને ગરીબોને ધાબળા વિતરણ કરવાનો વિચાર રજૂ કરતા ગુરુવારે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસો સીએશન ના સંયુક્ત સહયોગથી વડખભા ખાતે ગરીબ અને જરૂરિયાતમંદો ને ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તાલુકા ભાજપ માજી પ્રમુખગુલાબ રાવુંત,માજી સેનિક ખુશાલ વાઢું સહિત સરપંચ વિપુલ ગાવીત ઉપસ્થિત રહ્યા હતા.

No comments