Translate

દાહોદ જી.પ.દ્વારા 16 વર્ષથી દસ્તાવેજો ન મળતા ઉમેદવારો એ વલસાડ કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું..



વલસાડ નવસારી જિલ્લાના ઉમેદવારોએ શુક્રવારે વલસાડ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી દાહોદ જિલ્લામાં 2004ના વર્ષમાં જિલ્લા પંચાયત દ્વારા કરાયેલી વિદ્યા સ હાયકોની ભરતી પ્રક્રિયા સમયે લેવામાં આવેલા ઓરીજનલ દસ્તાવેજો 16 વર્ષથી પરત ન કરવા અને 14 ટકા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી તેમને સમાવી લેવાની માંગ સાથે વલસાડ નવસારી જિલ્લાના ઉમેદવારોએ  વલસાડ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી..2004માં દાહોદ જિલ્લામાં કરાયેલી વિદ્યા શહાયકોની ભરતી અંતર્ગત એસ.ટી.ની 40 ટકા અનામતનું પ્રમાણ ન જાળવતા ફક્ત 26 ટકા ભરતી કરવામાં આવી હતી.જેથી બાકી રહેલી 14 ટકા ભરતી કરવા ઉપરાંત  16 વર્ષથી શિક્ષકો બેરોજગારી,આર્થિક સંકડામણ અને દસ્તાવેજો પરત ન મળતા 74 શિક્ષકોની પરિસ્થિતિ કફોડી બની છે. આર.ટી.ઇ નો પણ જવાબ આપવામાં આવ્યો નથી

No comments