કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાની શરતે તિથલ બીચ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારાને ખુલ્લો મુકવા ગ્રામ પંચાયત તિથલ દ્વારા કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાની બાંહેધરી આપતા કોવિડ-૧૯ ના નિયમો પાલન કરવાની શરતે રાજ્ય/જિલ્લા બહારના/ જિલ્લાના સહેલાણીઓ માટે તિથલ દરિયા કિનારે હરવા ફરવા માટે આવી શકશે. પ્રવાસીઓ અને લારી-ગલ્લાવાળાઓએ કોવિડ-૧૯ ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, તેમ જિલ્લા કલેક્ટર શ્રી આર.આર.રાવલ દ્વારા જણાવાયું છે.

No comments