વલસાડ શિક્ષક સંઘ પ્રમુખ ગોકુળ પટેલની હેટ્રિક...સતત ત્રીજી ટર્મ માટે ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના સિનિયર કાર્યા ધ્યક્ષ તરીકે વરણી
દ્વારકા ખાતે યોજાયેલી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભામાં રાજ્યના હોદેદારો ની વરણી થઈ હતી,જેમાં વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ફરજ બજાવતા ગોકુળ ભાઈ પટેલની સતત ત્રીજી ટર્મ માટે સિનિયર કાર્યા ધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.જેમનો અભિવાદન સમારોહ બુધવારે વલસાડ ટીચર સોસાયટી ખાતે યોજાયો હતો.જેમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે ગોકુળ પટેલનું અભિવાદન કરી શિક્ષકોના હિતમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા આહવાન કર્યું હતું.ગોકુળ પટેલે પ્રાથમિક શિક્ષકોના કોઈપણ પડતર પ્રશ્નો હોઈ તેઓ નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું.

No comments