Translate

Valsad : યુ.કે.થી આવેલા લોકોને શોધવા સર્વે કરાશે



યુ.કે.થી આવેલા લોકોએ રેપિડ એન્‍ટીજન ટેસ્‍ટ કરાવી લેવું

યુ.કેમાં કોરોના સંક્રમણનો નવો સ્‍ટ્રેન જોવા મળેલ છે. જે અગાઉના કરતા પણ વધુ  ઝડપથી  ફેલાતો અને જીવલેણ જોવા મળેલ છે. જે અંતર્ગત  છેલ્લા દિવસોમાં યુ.કેથી આવેલ તમામ લોકોને સર્વે દ્વારા  શોધી કાઢી યુ.કે.થી આવ્‍યાના ૧૪ દિવસ માટે કોરોન્‍ટાઇન કરવા તેમજ રેપિડ એન્‍ટીજન ટેસ્‍ટ કરવા  જણાવાયું છે. આ ઉપરાંત આપના આજુ બાજુમાં આવા કોઇ યુ.કેથી આવ્‍યા હોય તો તેની જાણ નજીકના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અથવા  કંટ્રોલ રૂમ નં. ૦૨૬૩૨૨૫૩૩૮૧ ઉપર સંપર્ક કરવા  મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે. 



No comments