Translate

સોળસુંબા ગ્રામ પંચાયતના આધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું



વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયતના આધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ભવનનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરની ઉપસ્‍થિતિમાં સાંસદ સી.આર.પાટીલના વરદ હસ્‍તે કરાયું હતું.

         આ અવસરે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી રમણલાલ પાટકર, વલસાડ સાંસદ ડૉ. કે.સી.પાટેલ, ધારાસભ્‍યો સર્વે કનુભાઈ દેસાઈ, અરવિંદભાઇ પટેલ, સોળસુંબા ગ્રામ પંચાયત સરપંચ અમિત પટેલ, ઉપસરપંચ ચંદ્રેશભાઈ, તલાટી સુધીરભાઈ, વલસાડ જિલ્લા અગ્રણી હેમંતભાઈ કંસારા, ઉમરગામ તાલુકા અગ્રણી પ્રમુખ મુકેશભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, રામદાસ વરઠા, એફ.સી.આઈ. સભ્‍ય સુરતી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ગ્રામ પંચાયત સભ્‍યો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.

No comments