Translate

વલસાડ નગરપાલિકા દ્વારા અમૃત યોજના હેઠળ રૂા.૨૭.૩૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા એસટીપી પ્‍લાન્‍ટનું મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે ઇ-લોકાર્પણ



આધુનિક વિકાસથી ગુજરાત દુનિયામાં રોલ મોડલ તરીકે ઉભરી રહયું છેઃ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાતના નગરો આધુનિક વિકાસથી સજજ બની ગુજરાત રોલ મૉડેલ તરીકે દુનિયામાં ઉભરી રહયું છે, તેમ આજે વલસાડ નગરપાલિકા દ્વારા ‘અમૃત' યોજના હેઠળ રૂા.૨૭.૩૦ કરોડના ખર્ચે ૨૦.૨૦ એમએલડી ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્‍લાન્‍ટના લોકાર્પણ અવસરે રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું કે, રાજયની નગરપાલિકાઓ તમામ સુવિધાઓથી સંપન્ન થાય તેવા તમામ પ્રયત્‍નો રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહયા છે. નગરજનોને પીવાનું શુધ્‍ધ પાણી, સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ,  વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ તેવું સુચારુ આયોજન કરાયું છે. નગરોમાં ડ્રેનેજ, ભુગર્ભ ગટર, ફિલ્‍ટર વોટર અને નલ સે જલ મળે તેવી વ્‍યવસ્‍થાને અગ્રીમતા આપવામાં આવી છે. સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટનું પાણી રીયુઝ કરી ઉદ્યોગો, ખેતી, બાગ બગીચા વગેરેમાં વાપરી શકાય અને તેના થકી નગરપાલિકાઓ આવકનોસ્ત્રોત ઊભો કરે તેવું આયોજન કરવા પણ જણાવ્‍યું હતું.

આ અવસરે ધારાસભ્‍યશ્રી ભરતભાઇ પટેલે નગરપાલિકાઓના વિકાસ માટે રાજય સરકાર કટિબધ્‍ધ છે, તેમ જણાવી રાજય સરકાર દ્વારા લોકસેવા- લોક હિતાર્થના કામો કરવામાં આવી રહયાનું જણાવ્‍યું હતું.

આ અવસરે જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલે જણાવ્‍યું હતું કે, શહેરની સુખાકારી અને પ્રજાકલ્‍યાણ માટે  માતબર રકમથી પ્રકલ્‍પોનું લોકાપર્ણ કરવામાં આવ્‍યું છે. શહેરીજનોને સ્‍પર્શીને કામ કરીએ તો કોઇ પ્રકલ્‍પ નિષ્‍ફળ નથી જતો. શહેરજનોની સુખાકારી માટે વહીવટીતંત્ર સમર્પિત છે. વલસાડ શહેર અતિ સુંદરની સાથે સુવિધાયુકત બને તે માટે કાર્ય કરવા જણાવ્‍યું હતું.

આ અવસરે નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ કિન્નરીબેન પટેલે સ્‍વાગત પ્રવચન કરી નગરપાલિકા દ્વારા  લોકાર્પણ કરવામાં આવેલ પ્રકલ્‍પની વિગતવાર માહિતી પુરી પાડી હતી.

આ પ્રસંગે સાંસદ ડૉ.કે.સી.પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ કિરણભાઇ ભંડારી, અગ્રણી ચીફ ઓફસિરશ્રી જે.યુ.વસાવા સહિત નગરપાલિકાના પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્‍થિત રહયા હતા.

No comments