આજે વલસાડ નગરપાલિકા સંચાલિત એસ.ટી.પી. પ્લાન્ટનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઓનલાઇન લોકાર્પણ કરાશે
વલસાડ નગરપાલિકા સંચાલિત ‘અમૃત' યોજના હેઠળ રૂા.૨૭.૩૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા ૨૦.૨૦ એમ.એલ.ડી. ક્ષમતાના એસ.ટી.પી. પ્લાન્ટનું તા.૨૯/૧૨/૨૦૨૦ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે મોરારજી દેસાઇ ઓડીટોરીયમ, વલસાડ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઓનલાઇન લોકાર્પણ કરાશે. આ કાર્યક્રમમાં સાંસદ ડૉ.કે.સી.પટેલ, ધારાસભ્ય ભરતભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન પટલ, ઉપપ્રમુખ કિરણભાઇ ભંડારી ઉપસ્થિત રહેશે. તેમ ચીફ ઓફિસર જે.યુ.વસાવા દ્વારા જણાવાયું છે.

No comments