તા. ૮/૧૨/૨૦૨૦ ના રોજ વલસાડ જિલ્લામાં ચાર કે તેથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ
તા. ૮/૧૨/૨૦૨૦ને મંગળવારના રોજ વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા અપાયેલ ભારત બંધના દિવસ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યાવસ્થા જાહેર શાંતિ અને સલામતીની પરિસ્થિાતિ જળવાઇ રહે તે માટે વલસાડ જિલ્લા મેજીસ્ટ્રે ટ શ્રી આર.આર.રાવલે ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો) ની કલમ-૧૪૪ થી મળેલ અધિકારની રૂએ તા. ૮/૧૨/૨૦ના રોજ દિન-૧ માટે વલસાડ જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યાકિતઓએ એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો્ છે.
આ જાહેરનામુ કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ લગ્ન પ્રસંગ, મૃત્યુલના કિસ્સારમાં, અંતિમવિધિ ,ક્રિયા ધાર્મિક વિધિ તેમજ કોવિડ-૧૯ સંદર્ભની કામગીરી અને કાયદેસરની ફરજ બજાવતા તેવા તમામ અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહીં
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર સામે ભારતીય ફોજદારી અધિનિયમ સને- ૧૮૬૦ના ૪પ માં અધિનિયમની કલમ ૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.

No comments