Translate

વલસાડ શહેરના મુખ્‍ય રસ્‍તાના રોડ માર્જીનના દબાણો દુર કરવા જિલ્લા કલેકટરશ્રીની સુચના


રસ્‍તા ઉપર વાહન પાર્ક કરશો તો વાહનો ટોઇંગ કરાશે

વલસાડ શહેરને સુવિધાયુકત બનાવવાના અભિયાન હેઠળ વલસાડ શહેરમાં મુખ્‍ય રસ્‍તા ઉપરના દબાણો હટાવવાની વલસાડ નગરપાલિકાની કામગીરીની સરાહના કરી કામગીરી સતત ચાલુ રાખવા કલેકટરશ્રી આર.આર.રાવલે આજે કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જણાવ્‍યું હતું.

બેઠકને સંબોધતા કલેકટરશ્રી રાવલે જણાવ્‍યું હતું કે, રોડ માર્જીન નકકી કરી તમામ દબાણો દુર કરી રોડ માર્કિંગ કરવા જણાવ્‍યું હતું. વલસાડ શહેરમાં શોપિંગ સેન્‍ટર અને દુકાનો સામે રસ્‍તા ઉપર વાહન પાર્કિંગ કરે તો વાહનો ટોઇંગ કરવા પોલીસ વિભાગને જણાવ્‍યું હતું. કોમર્શીયલ પાર્કિંગ ખુલ્લા કરવા જણાવી દબાણકર્તાના ભોગે રાહદારીને મુશ્‍કેલી ન પડે તે માટે પણ પૂરતી કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું.

આ ઉપરાંત તિથલ રોડની કામગીરીની સમીક્ષા કરી માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકા સંકલન કરી વિકાસના કામો કરવા જણાવી ઝડપથી કામગીરી કરવા તાકીદ કરી હતી.

આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી નિલેશ કુકડીયા, કાર્યપાલક ઇજનેર શ્રી એન.એન.પટેલ, ચીફ ઓફિસર જે.યુ.વસાવા સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

No comments