વલસાડ મેમણ સમાજ દ્રારા કોરોના કહેર ને લઈ ન્યાજ લોકોના ઘરે પોહચાળી હતી
વલસાડ મેમન સમાજ દ્રારા કોવિડ -19 ના નિયમોનું પાલન કરી ને ન્યાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમુદાયનો ગાયરાવી શરીફનાં પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે આ મહિનામાં દર વર્ષે વલસાડ મેમણ સમાજ દ્રારા સમાજ ના લોકો માટે સાહમૂહિક ભોજન (ન્યાજ) નું આયોજન કરવામાં આવતું હોય છે . પરંતુ આ વર્ષે કોરોના કહેર ચાલી રહ્યો છે ત્યારે કોવિડ -19 ના સરકારી નિયમોને અનુસાર વલસાડ મેમણ સમાજ દ્રારા આજ રોજ ન્યાઝનું આયોજન કર્યું હતું, હાલ કોરોના કહેર ચાલી રહ્યો હોય તેથી મેમણ સમાજ ના સભ્યો દ્રારા લોકો ને ઘરે ઘરે ન્યાજ પોહચડવામાં આવી હતી આ કાર્યક્રમ વલસાડ મેમણ સમાજ ના પ્રમુખ સિદિકભાઇ મેમણની અધ્યક્ષતામાં અને વલસાડ જીલ્લાના ઝોનલ સેક્રેટરી મજીદ લધાની માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ પ્રસંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો . વલસાડ મેમણ સમુદાયના દરેક પરિવારને સમયસર નિયાઝ મુકલવામાં આવયુ હતું. સિદ્દીક મેમણ એમની ટીમ અને મેમણ સમાજના યુવાઓએ નિયાઝનું આયોજનમાં સફળતા પૂર્વક સમર્પણ કર્યું હતું. અને તમામ મેમણ સમાજ ના લોકો દ્રારા અલ્લહા પાસે દુઆ કરી હતી કે સમગ્ર વિશ્વમાં જે કોરોના કહેર ચાલી રહયો છે એ કહેર દૂર થાય અને કોરોના વાઈરસ થી સંક્રમિત લોકો જલ્લીથી સારા થઈ જાય એવી દુવા માંગવામાં આવી હતી

No comments