Translate

કોવિડ-૧૯ ના રસીકરણ અંગેના એકશન પ્‍લાન અંગે બેઠક મળી

 


વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯ માટેની વેક્‍સિનના રસીકરણ માટે રાજય સરકારની ગાઇડલાઇન મુજબ આરોગ્‍ય વિભાગ દ્વારા એકશન પ્‍લાન બનાવવામાં આવ્‍યો છે. જેની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલ દ્વારા કરવામાં આવી હતી.

બેઠકને સંબોધતા કલેકટરશ્રી રાવલે જણાવ્‍યું હતું. કે, રાજય સરકારની ગાઇડલાઇન અનુસાર હેલ્‍થ વર્કરો, ફ્રન્‍ટલાઇન વર્કરો અને ૫૦ વર્ષથી વધુ વયના લોકોની સુઘડ યાદી તૈયાર કરવા, વેકસિન રાખવા માટે કોલ્‍ડ ચેઇન ફેસેલીટી, રસીકરણ માટે સ્‍થળ નકકી કરવા, રસીકરણ અંગેની તાલીમ સહિતની તમામ બાબતો અંગે ચર્ચા કરી જરૂરી સુચનો કર્યા હતા. 

વલસાડ જિલ્લામાં આરોગ્‍ય વિભાગ, આંગણવાડી અને હેલ્‍પર બહેનો મળી કુલ-૭૯૫૪ કર્મચારીઓને રસીકરણ કરાશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, મુખ્‍ય જીલ્લા આરોગ્‍ય અધિકારી ડો.અનિલ પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

No comments