Translate

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભાજપ ના તાલુકા પ્રમુખ પર કોવિડ 19 ના ગાઈડલાઈસ ના ભંગ કરવા બદલ નોંધાઈ ફરિયાદ

 


વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ના  કુરગામમાં રહેતા  ભાજપ તાલુકા પ્રમુખ કેતન અરવિંદભાઇ પટેલના લગ્ન નિમિત્તે શનિવારે રાત્રીએ ઓરકેસ્ટ્રા પાર્ટી રાખવામાં આવી હતી આ ઓરકેસ્ટ્રા પાર્ટી માં ખૂબ મોટી સંખ્યા માં  જનમેદની ભેગી થઈ હતી. આ વાતની જાણ ધરમપુર પોલીસ ને થતા પોલીસ દ્રારા રેડ કરતા ખૂબ સેંકડો ની સંખ્યા માં ભીડ માં લોકો નાચતા નજરે પડ્યા હતા ધરમપુર પોલીસ એ કોવિડ 19 ના જાહેર નામા નું ભંગ તેમજ વધુ ભીડ ભગી કરવા બદલ કેતન વાઢુ તેમજ અન્ય 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી હતી પરંતુ પાર્ટી ના પ્રેસર ના કારણે  પોલીસએ આરોપી ઓની હજી અટક નથી કરી ત્યારે મોટી સંખ્યા માં લોકો ની ભીડ એકથી થવાની તાપી ની ઘટના બાદ આ બીજી એવી ઘટના જ્યાં લોકો  

ખૂબ મોટી લગ્ન માં નાચતા જોવા મળ્યા હતા પોલીસ દ્રારા આરોપી ઓ પર કોઈ પગલાં ન લેવાતા સમગ્ર જિલ્લા માં ચકચાર મચી છે..આમ લોકો પાસે માસ્ક ના1000 રૂપિયા દંડ વસુલતો હોય છે પરંતુ ભાજપના નેતા ઓ પર કોઈ પણ કાર્યવાહી ન થતા પોલીસ ની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહયા છે

No comments