વલસાડમાં પતંગ લૂંટવા જતા બાળક પહેલા માળેથી પટકાયો
વલસાડના ધોબીતાળાવમાં રવિવારે બપોરે 10 વર્ષનો છોકરો પતંગ લૂંટવા જતા 12 ફૂટ ઉપરથી પટકાયો હતો. જેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.વલસાડના ધોબી તળાવમાં રહેતો શિવનારાયન પ્રદીપ શર્મા ઉ.વ.10, રવિવારે બપોરે ધોબી તળાવમાં કપાયેલી પતંગ લૂંટવા દોડ્યો હતો. જે દરમિયાન પહેલા માળેથી નીચે પટકાયો હતો. શિવનારાયન ધડાકાભેર પટકાતા અવાજ આવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. શિવનારાયણ 10 ફૂટથી નીચે પટકાતા લોહી પણ નીકળ્યું ન હતું.
ખંભાના ભાગે થયેલી ઇજાઓને લઈને શિવનારાયન ગભરાય ગયો હતો. સ્થાનિક લોકોએ 108ની ટીમની મદદ મેળવીને શિવનારાયનને વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડયો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે તબીબોએ શિવનારાયનના એક્સરે કરવી આગળની સારવાર આગળ ધપાવી છે.

No comments