Translate

હોસ્‍પિટલ/ કલીનીકમાં કોવિદ-૧૯ ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થતું જોવા મળશે તો સખતમાં સખત કાયદાકીય પગલાં લેવાશેઃ વલસાડ કલેકટર શ્રી આર.આર.રાવલ

 


દિવાળીના તહેવારો બાદ રાજયમાં કોરાના સંક્રમણને ધ્‍યાને રાખી જિલ્લા કલેકટર શ્રી આર.આર. રાવલ દ્વારા વલસાડ જિલ્લામાં કોવિદ-૧૯ ના સંક્રમણને રોકવા એકશન પ્‍લાન તૈયાર કરી આરોગ્‍ય વિભાગ અને વહીવટીતંત્રના સંયુકત સંકલન થકી સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં  કોવિડ સ્‍કવોડ ટીમ દ્વારા આકસ્‍મિક ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્‍યા છે. હાલમાં કોવિડ સ્‍કોડ દ્વારા ખાનગી હોસ્‍પિટલોમાં સોશિયલ ડીસ્‍ટન્‍સ, માસ્‍ક પહેરવા અને સેનીટાઇઝેશનનું પાલન થતું ન હોવાનું ધ્‍યાને આવ્‍યું છે. ખરેખર ડોકટર તરીકે  કોવિદ-૧૯ ના નિયમોનું પાલન કરાવવાની પ્રથમ પ્રાથમિક જવાબદારી બને છે. જેનું ઉલ્લંઘન સહેજ પણ વાજબી ન ગણી શકાય.

જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલે ઇન્‍ડીયન મેડીકલ એસોશીએશન વલસાડ અને વાપીના પ્રમુખો અને  ખાનગી હોસ્‍પિટલ/ ડૉકટર્સ/ કલીનીકના સંચાલકોને પત્ર પાઠવી કોવિદ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન કરવા  તાકીદ કરી છે. હવે પછી જો કોવિદ સ્‍કોડના આકસ્‍મિક ચેકિંગમાં કોઇ પણ હોસ્‍પિટલ/ કલીનીકમાં કોવિદ-૧૯ ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થતું જોવા મળશે, તો તેમની સામે ના છુટકે- ના ઇલાજે સખતમાં સખત કાયદાકીય પગલાં લેવામાં આવશે, તેમ જણાવ્‍યું છે.

No comments