વલસાડમાં રમાયેલી જુનિયર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટિમ બી ચેમ્પિયન.દમણ ના ખેલાડી યશ ટંડેલ એ ટુર્નામેન્ટમાં 26 વિકેટ અને 132 રન બનાવતા મેં ઓફ ધ સિરીઝ બન્યો
વલસાડના જુનિયર પ્રીમિયર લીગ ટુર્નામેનટની ફાઇનલ મેચ વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર મંગળવારે રમાય હતી.જેમાં ટીમ બી ચેમ્પિયન બની હતી.જ્યારે ટિમ ડી રનર્સ અપ બની હતી.આ ટુર્નામેન્ટમાં વલસાડ,સેલવાસ દમણ ઉપરાંત નડિયાદ,ખેડા સુરત સહિતના ક્રિકેટરો એ ભાગ લીધો હતો.ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ અને મેં ઓફ ધ મેચ બેસ્ટ બોલર દમણના ક્રિકેટર યશ ટંડેલ બન્યો હતો.જેણે સમગ્ર ટુર્નામેન્ટમાં 132 રન અને 26 વિકેટ ઝડપી હતી.જ્યારે બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેનટ સાહિલ મકવાણાનો સમાવેશ થાય છે.કોરોનાની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે રમાયેલી ટુર્નામેન્ટ રોનવેલના કે.સી.ક્રિકેટ ગ્રાઉન્ડ અને સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર રમાય હતી.ટુર્નામેન્ટના આયોજકો હેમંત ભાઈ પંચાલ અને સંતોષ દેસાઈ એ જણાવ્યું કે આ પ્રકારના આયોજન થકી ખેલાડીઓમાં રહેલી છુપી પ્રતિભા બહાર આવવાનું પ્લેટફોર્મ મળે છે.
ટુર્નામેન્ટમાં મૅન ઓફ ધ મેચ સંજય શાહ, બેસ્ટ બેટ્સમેન દેવ સુરમાં, બેસ્ટ બોલર શ્રેયાસ પટેલ ,બેસ્ટ ફિલ્ડર શ્રેયાસ પટેલ જાહેર થયા હતા.


No comments