Translate

વલસાડ સીટી પોલીસ દ્વારા વલસાડ ટાઉનમાં દારૂના ૭૩ અડ્ડા ઉપર સાગમટે દરોડા

 


મે . રેન્જ આઈ જી ડો . રાજકુમાર પાંડીયન સાહેબશ્રી તથા વલસાડ જિલ્લા પોલીસ વડા ડો . રાજદીપસિંહ ઝાલા સાહેબશ્રી નાઓની સુચનાથી તેમજ શ્રી વી એન પટેલ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વલસાડ વિભાગ વલસાડ નાઓના માર્ગદર્શન હેઠળ વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ . જે . ભટ્ટ નાઓ દ્વારા વલસાડ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓની વિવિધ ટીમ બનાવી વલસાડ ટાઉન વિસ્તારમાં ૭૩ જેટલા દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડવામાં આવેલ જેમાંથી ૧૨ અડ્ડા પરથી દારૂ મળી આવેલ . હાલમાં વલસાડ સીટી પોલીસ દ્વારા દારૂની બદી ડામવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહયા છે જેના ભાગરૂપે દારૂના અડ્ડાઓ પર સાગમટે કરવામાં આવેલ રેઇડમાં કુલ ૧૨ અડ્ડા પરથી પ્રોહી જથ્થો મળી આવતા પ્રોહી કેસો કરવામાં આવેલ તેમજ પ ૫ સ્થળે કોઇ દારૂનો જથ્થો ન મળતા નીલ રેઇડ કરવામાં આવેલ તેમજ ૦૬ મકાન બંધ હાલતમાં મળી આવતાં કુલ ૭૩ સ્થળો પર સાગમટે રેઇડ કરી ઉપરોકત કામગીરી એક સાથે કરવામાં આવેલ .

No comments