Translate

કોવિદ-૧૯ને અનુલક્ષીને વલસાડ આરોગ્‍યતંત્ર એકશન મોડમાં

 


જિલ્લામાં દિવાળીના સમયગાળા દરમિયાન કોરોના સંક્રમણ વધે નહીં તે માટે જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્‍યતંત્ર એકશન પ્‍લાન બનાવી કામગીરી કરી રહ્યું છે.  આ કામગીરી માટે જિલ્લામાં ૧૮ જેટલા મેડીકલ બુથ કાર્યરત કરવામાં આવ્‍યા છે. કોવિદ-૧૯ની ગાઇડલાઇનનો ભંગ થતો રોકવા  તા. ૧૦/૧૧/૨૦૨૦ થી  ૧૨/૧૧/૨૦૨૦ સુધીમાં કુલ -૭૦ દુકાન/સંસ્‍થાના માલિકોને નોટીસ આપવામાં આવી છે. પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે કોવિદ-૧૯ની ટેસ્‍ટ કરવાની કામગીરીમાં ૯૮૮ રેપિડ એન્‍ટીજન અને ૮૦ આર.ટી.પી.સી.આર. મળી કુલ ૧૦૬૮ કોવિદ ટેસ્‍ટ કરવામાં આવી છે. જે પૈકી બે પોઝીટીવ કેસ જોવા મળ્‍યા છે. કોવિદ સામેની સાવચેતી માટેની જનજાગૃતિ માટે દશ હજાર પાત્રિકાનું વિતરણ કરવામાં આવ્‍યું હોવાનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધકિારી, વલસાડ દ્વારા જણાવાયું છે. 


No comments