Translate

દિવાળીના તહેવારોમાં કોવિદ-૧૯ની ગાઇડલાઇનનું પાલન થાય તે માટે જિલ્લા કલેકટરે બેઠક યોજી

 


દિવાળીના તહેવારોમાં લોકોની અવરજવરને ધ્‍યાને રાખી વલસાડ જિલ્લામાં કોવિદ-૧૯ ની ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન થાય તે માટે એકશન પ્‍લાન તૈયાર કરવા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલે બેઠક યોજી હતી.

કલેકટરશ્રી રાવલે જણાવ્‍યું હતું કે,  બહારગામથી આવતા લોકો પોતાની સલામતી અને પરિવારની ચિંતા કરે તે જરૂરી છે. જયાં ભીડ એકત્ર થતી હોય તે વિસ્‍તારોમાં કોવિદની ટેસ્‍ટ શરૂ કરવા, ધન્‍વંતરી રથ કાર્યરત કરવા, કોવિદ-૧૯ ની ગાઇડલાઇનની જાણકારી લોકોને સતત મળતી રહે તે માટે વધુને વધુ પ્રચાર થાય તેવા પ્રયાસો કરવા  જેવી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મોટા મોલ કે સ્‍ટોર્સના સ્‍ટાફના ટેસ્‍ટો કરવા પણ જણાવ્‍યું હતું. વેપારીઓ- દુકાનદારો કોવિદ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્‍ત પણે પાલન કરે તે માટે  ખૂબ જરૂરી હોવાનું પણ જણાવ્‍યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એ.રાજપૂત, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.અનિલ પટેલ, નયબ કલેકટર જયોતિબા ગોહિલ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.


No comments