Translate

તાલુકા પંચાયત વલસાડના કોરોના યોધ્‍ધાઓને સન્‍માનિત કરાયા

 


વલસાડ તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરની અધ્‍યક્ષતામાં તાલુકા પંચાયતના અધિકારી, કર્મચારીઓ તથા પંચાયતના તલાટી કમ મંત્રીઓની રીવ્‍યુ બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રવર્તમાન સમયમાં ફેલાયેલા કોરોના વાઇરસ મહામારીના સંક્રમણને અટકાવવા તાલુકા પંચાયત વલસાડના અધિકારી/ કર્મચારીઓએ કોરોના યોધ્‍ધા તરીકે કરેલી કામગીરી બદલ જિલ્લા વિકાસ અધિકારી સહિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી ધર્મેશ મકવાણા, તાલુકા વિકાસ અધિકારી વિભૂતિ સેવક તથા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ફિરોઝખાન પઠાણના હસ્‍તે સન્‍માનપત્રો આપી સૌને સન્‍માનવામાં આવ્‍યા હતા. આ બેઠકમાં તાલુકા પંચાયત હસ્‍તક વિવિધ શાખાઓની પ્રગતિ તથા ગ્રામ પંચાયત કક્ષાના કામોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા, તેમ તાલુકા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.



No comments