વાપી ના ડુંગરા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન દિલ્હીનો કુખ્યાત આરોપી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
વાપી ના ડુંગરા પોલીસ દ્વારા ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન એક રીઢો ગુનેગાર ઝડપી પાડયો હતો જેમની પાસેથી 12 જેટલા એટીએમ કાર્ડ તેમજ એટીએમ કાર્ડ થી પૈસા ટ્રાન્સફર કરવાના સાધનો સાથે દિલ્હીનો કુખ્યાત આરોપી ડુંગરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
ગઈકાલે વિધાનસભા ચૂંટણી સંદર્ભે પોલીસ વાહન ચેકિંગ હાથ માં હતી ત્યારે વાપી નજીકના દાદરા ચેકપોસ્ટ પાસે એક ઈસમ ની પૂછપરછ કરાતા કુંદન નામનો ભૂમિહાર ગેંગનો માણસ શંકાસ્પદ જણાતા તેઓની પાસે રહેલી બેગ તપાસતા ૧૨ જેટલા એટીએમ કાર્ડ એટીએમ માં વપરાતા પાર્ટ એટીએમ કાર્ડ ઇન્સર્ટ કરવાની જગ્યાએ રાખવાનો એક નાનું પ્લાસ્ટિકનું સ્કીમિંગ મશીન એક નાની ઇલેક્ટ્રોનિક મેગેઝીન ચિપ્સ સ્ક્રુ ડ્રાઇવર તેમજ મોબાઇલ મળી આવતા તને પોલીસ સ્ટેશનના લાવી પૂછપરછ કરાતા તેઓએ જણાવેલ કે થોડા દિવસ પહેલા ડુંગરા પોલીસ હદ વિસ્તારમાં આવેલ એચડીએફસી બેન્કના એટીએમ માંથી પોતાના અન્ય ત્રણ સાથીઓ સાથે ચોરી કરી લીધો હોવાનું જણાવેલ ઇલેક્ટ્રોનિક મેગેઝીન ચીફ તથા પ્લાસ્ટિક ની સ્ક્રિનિંગ મશીન તથા એટીએમ કાર્ડ નો ઉપયોગ કરી પોતાની સાથે અન્ય ત્રણ મિત્રો મળી આ ફ્રોડ કરતા હતા જેમાં એચડીએફસી બેન્ક એક્સિસ બેન્ક તથા અન્ય બેંકના એટીએમમાં સિનિયર સિટીઝન તેમજ નવા યુઝર કાર્ડ ધારકોને ટાર્ગેટ બનાવી કાર્ડ બદલી તેમની પાસેથી પાસવર્ડ મેળવી પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરતા હોવાનું તેઓએ જણાવ્યું હતું હાલ પકડાયેલ એક આરોપી અને પૂછપરછ કરી દમણના અનેક ગુના ઉકેલાઈ તેવી શક્યતા છે તેવી વાત ડીવાયએસપી જાડેજા સાહેબે જણાવ્યું હતું સાથે અન્ય 3 આરોપીઓને વોન્ટેડ બતાવી આગળની તપાસ હાથ ધરી હતી જે આરોપી પોલીસે ઝડપી પાડ્યો હતો તે બે દિવસ પહેલા જ દિલ્હીથી તેમને બોલાવવામાં આવ્યો હતો વાપીના રોશન નામના વ્યક્તિ અને બે મુખ્ય આરોપી જે હાલ વોન્ટેડ જાહેર કર્યા છે ડીવાયએસપી જાડેજાએ જણાવ્યું હતું કે આ ગેંગ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ફ્રોડ કર્યું હોવાની પૂછપરછ પોલીસ કરી રહી છે


No comments