માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્ટ- રાબડા દ્વારા નિરાધાર પરિવાર અને વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ
દિવાળીનો પર્વ દરેક પરિવાર તહેવાર સારી રીતે ઉજવી શકે તેવા શુભઆશયથી માઁ વિશ્વંભરી ધામ- રાબડાના પ્રણેતા શ્રી મહાપાત્રની પ્રેરણાથી ગામના નિરાધાર પરિવાર અને વિધવા બહેનોને અનાજની કીટનું દરવર્ષે નિશુલ્ક વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્ટ- રાબડા દ્વારા તા. ૧૩-૧૧- ૨૦૨૦ને શુક્રવારના રોજ રાબડા ગામના નિરાધાર પરિવાર અને વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલ હતું. જેનાથી આ પરિવારોમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી.આ વિતરણ કાર્યક્રમ દરમ્યાન રાબડા ગામના સરપંચશ્રી જસવંતભાઈ પટેલ તથા ગામના આગેવાન શ્રી ઠાકોરભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, ભગુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


No comments