Translate

વલસાડ જિલ્લાના પ્રજાજનોને દિવાળીની શુભકામના પાઠવતા જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલ

 


વલસાડ જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલે દિપાવલીના પાવન પર્વના શુભારંભે વલસાડ જિલ્લાના વહાલા પ્રજાજનોને હૃદય પૂર્વકની શુભકામના પાઠવી છે. નવું વર્ષ સૌના જીવનમાં શાંતિ અને સમૃધ્‍ધિથી છલકાતું રહે અને સૌનું મન સ્‍નેહભીના મધુરા સબંધોથી મહેકતું રહે તેવી ખૂબ સારી શુભેચ્‍છાઓ પાઠવી છે. 

વિતેલા વર્ષમાં કોરોના વાયરસ જીવન જીવવાનો જીવંત રસ ખાટો કરી ગયું છે. પરંતુ આવનારું નવું વર્ષ સૌના માટે રસભર્યુ સરસ બને અને અરસ-પરસ પ્રેમભાવથી જીવનના પ્રવાસમાં એકમેક સુધી જવાનો નિખાલસ પ્રયાસ કરવા જણાવ્‍યું છે. 

આ તહેવારોમાં કોરોનાનો કહેર ખતમ થાય અને સુખ શાંતિની મહેર પૂર્વવત પ્રસ્‍થાપિત થાય -એવી નવા વર્ષની પૂર્વ સંધ્‍યાએ પરમ કૃપાળુ પરમાત્‍માને પ્રાર્થના કરતાં દિવાળીના તહેવારોમાં આપ સૌ મહેમાનોને આવકારો, ઉલ્લાસભેર આવકારો અને ઉમંગભેર ઉજવણી ભલે કરો પણ ક્‍યાંક ઘર-કુટુંબમાં કોરોના ઘુસી ન જાય અને કોરોનાને જાકારો મળે તેની ખૂબ તકેદારી રાખવા હૃદયપૂર્વક વિનંતી કરી છે. 

અને અંતમાં અલ્‍પા વસાના શબ્‍દો વ્‍યકત કરતાં . . .


‘શુભ લખું કે લાભ લખું,

કે લખું હો, મંગલ કલ્‍યાણ.

નવા વર્ષના શુભાશિષ,

સહુનું હો, મંગલ કલ્‍યાણ.'

સર્વે વલસાડ જિલ્લાના પ્રજાજનોનેપરિવારજનોને શુભ દીપાવલી તથા નવા વર્ષની શુભેચ્‍છા .  .

No comments