સમગ્ર ગુજરાતમાં કોવિદ-૧૯ના કેસોમાં સૌથી વધુ રીકવરી રેટ વલસાડ જિલ્લાનો ૯૮.૧૯ ટકા
ગુજરાતમાં દિવાળી બાદ કોરોના કેસોમાં વધારો થતાં કોવિદ-૧૯ના પાલન માટેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતના ૧૯૮૮૯૯ કેસોમાંથી ૯૧.૧૪ એટલે કે ૧૮૧૨૮૭ દર્દીઓ રીકવર થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર દ્વારા કોવિદ-૧૯ અંતર્ગત કરાયેલી કામગીરીને કારણે નજીકના નવસારી અને ડાંગ સહિતના જિલ્લાઓ કરતાં સૌથી વધુ રીકવરી રેટ વલસાડ જિલ્લાનો ૯૮.૧૯ ટકા રહ્યો છે.

No comments