રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : લગ્નમાં 100 અને અંતિમ વિધિમાં 50 લોકોને જ પરવાનગી
ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. આજે સતત ચોથા દિવસે ગુજરાતમાં 1400 થી વધુ કોરોના કેસ નોંધાયા છે. ચાર મોટા શહેરમાં રાત્રિ કર્ફ્યૂ જાહેર કર્યા બાદ આજ રોજ ગુજરાત સરકારે લગ્ન, સત્કાર સમારોહમાં વધુમાં વધુ 100 વ્યક્તિની મર્યાદા કરી દીધી છે આ સાથે અંતિમ વિધિમાં 50 લોકોને એકઠા થવાની પરમિશન આપી છે.
સુપ્રીપ કોર્ટની ઝાટકણી બાદ ગુજરાત સરકારે આજરોજ મહત્વનો નિર્ણય કરતા લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે. મૃત્યુ ના કિસ્સામાં અંતિમ વિધિ / ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે. તેમજ જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં કર્ફ્યૂ સમય દરમિયાન લગ્ન/ સત્કાર કે અન્ય સમારોહ ની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયોનો અમલ સમગ્ર રાજ્યમાં આવતીકાલ મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે

No comments