Translate

કપરાડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી નો ઐતિહાસિક વિજય

 


કપરાડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી નો ઐતિહાસિક વિજય થયો છે. જીતુભાઈ ચૌધરી 46,797 થી વધુ લીડથી કપરાડા બેઠક પર વિજય મેળવ્યો છે. જીતુભાઈ ચૌધરીની કપરાડા વિધાનસભા બેઠક પર સતત પાંચમી જીત થઈ છે. અત્યાર સુધી ચાર વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે કપરાડા બેઠક પર જીતી અને ધારાસભ્ય બન્યા હતા ત્યારે હવે પાંચમી વખત ભાજપના ધારાસભ્ય તરીકે વિધાનસભામા જશે. જીતુભાઈ ચૌધરીની સતત પાંચમી થી જીત બાદ કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.



No comments