કચરાની આડમાં લઈ જવાતો દારૂ વલસાડ એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડયો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળતા વલસાડ પાનેરા સુગર ફેક્ટરી ઓર બ્રિજ ઉપર નેશનલ હાઇવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે બાતમી વાળ પીક અપ નંબર જીજે ૦૭ ટીટી ૫૦૧૦ આવતા જોતા પોલીસે અટકાવ્યો હતો અને પીકઅપમા તપાસ કરતા કચરાની થેલીની આડમાં લઇ જવાતો રૂપિયા ૩.૧૪.૪૦૦નો ઇંગ્લિશ દારૂ બોટલ નગ ૪૦૨ મળી આવી હતી
પોલીસે સેલવાસ નો પીકઅપ ચાલક રમેશ આનંદ સિદલોરી ની ઘરપકડ કરી હતી જયારે માલ ભરાવનાર રાજુ ઉપાધ્યાય ને વોન્ટેડ જાહેર કર્યા હતો દારૂ સેલવાસ થી સુરત કદોડરા બીજ નીચે પીક અપ આપવાનો હતો હાલમાં પોલીસે મુદ્દામાલ કબજે લઇને તપાસ હાથ ધરી છે.



No comments