વલસાડ જિલ્લામાં લોકડાઉન અંતર્ગત પ્રતિબંધાત્મક આદેશો
જે અનુસાર વલસાડ જિલ્લામાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક/ રાજકીય સમારોહ તથા અન્ય કોન્ગ્રેગેશનમાં અગાઉના જાહેરનામાં નિયત કરાયેલી ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા તા.૧પ/૧૦/૨૦ સુધી યથાવત રહેશે. આ અંગે ૧પમી ઓક્ટોબર પછીની માર્ગદર્શિકાઓ ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.
શાળા, કૉલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ તા.૧પ/૧૦/૨૦ સુધી બંધ રહેશે. ત્યારબાદ ક્રમશઃ પુનઃ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાશે. જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એસ.ઓ.પી.ને અને સ્થાનિક પરિસ્થિતિને લક્ષમાં લઇ વિગતવાર સૂચનાઓ બહાર પડાશે.
આ ઉપરાંત પાર્ક, ગાર્ડન, ધાર્મિક જગ્યાઓ, શોપિંગ મોલ સરકારશ્રીના સંબંધિત વિભાગોની ગાઇડલાઇન અનુસાર શરૂ કરી શકાશે. લાયબ્રેરી ૬૦ ટકા અને જી.એસ.આર.ટી.સી., સીટી બસ અને ખાનગી બસ સર્વિસ ૭પ ટકા કેપીસીટી સાથે, ટુ-વ્હીલરમાં ૧+૧, ઓટોરીક્ષામાં એક ડ્રાઇવર અને બે પેસેન્જર, કાર-ટેક્ષી-કેબ-ખાનગી કારમાં ફેસકવર સાથે એક ડ્રાઇવર અને ત્રણ પેસેન્જર પરંતુ સીટિંગ કેપીસીટી ૬ કે તેથી વધુ હોય તો એક ડ્રાઇવર અને ચાર પેસેન્જર સાથે પરિવહન કરી શકાશે. હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૧-૦૦ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે, પરંતુ ટેક અવે ફેસીલીટીને સમયમર્યાદા લાગુ પડશે નહીં.
જ્યારે સીનેમા હોલ, થીએટર્સ અને મલ્ટીપ્લેક્ષ માહિતી અને પ્રસારણ વિભાગની માર્ગદર્શિકા અનુસાર પ૦ ટકા કેપીસીટી સાથે તેમજ એન્ટરટેઇન્મેન્ટ પાર્ક અને તેને સમાન જગ્યાઓ, સ્વીમિંગ પુલ, બી ટુ બી એકઝીબીશન તા.૧પમી ઓક્ટોબર, ૨૦૨૦થી સંબંધિત વિભાગની માર્ગદર્શિકાઓને ધ્યાને રાખીને શરૂ કરી શકાશે.
સમગ્ર વલસાડ જિલ્લામાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયના વખતો-વખતના હુકમથી આપવામાં આવેલા આદેશો તથા માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જાહેર સ્થળો અને કામકાજના સ્થળે તેમજ વાહન ચલાવતી વખતે માસ્ક પહેરી ચહેરો ઢાંકવાનો રહેશે. જાહેર રસ્તા ઉપર થૂંકવા ઉપર પ્રતિબંધ રહેશે. જેના ભંગ બદલ સરકાર દ્વારા નિયત કરેલા દંડ વસુલ કરાશે. ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ ઘરમાં જ રહેવું ફરજિયાત છે. આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા તેમજ આરોગ્યના કારણો માટે બહાર જઇ શકશે. સમગ્ર વલસાડ જિલ્લામાં વ્યક્તિઓ/ માલસામાન સહિતની ટ્રકો/ કાર્ગો/ ખાલી ટ્રકોના આંતરરાજ્ય/ આંતરજિલ્લા પરિવહન માટે ઇ-પાસની જરૂર રહેશે નહીં. કોઇપણ વ્યક્તિ/ સંસ્થા કોરોના વાઇરસ અંગે ખોટી અફવા/ માહિતી કોઇપણ પ્રકારના મીડિયા મારફત ફેલાવશે તે ગુન્હો ગણાશે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જો કોઇ મુસાફર જાહેર થયેલા કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર/ દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તેમણે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે તથા જિલ્લા હેલ્પલાઇન નંબર ૧૦૪ ઉપર ફરજીયાત જાણકારી આપવાની રહેશે.
આરોગ્ય સેતુ એપનો મહત્તમ ઉપયોગ થાય તે હેતસુર ઉપયોગ કોરોના ચેપના સંભવિત જોખમ માટે સુરક્ષા કવચરૂપી અને ઓફિસ તથા કામના સ્થળ ઉપર સલામતીની ખાતરી માટે તમામ કર્મચારીઓ પાસે આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરાવી તેની નોકરીદાતાઓએ ખાતરી કરવાની રહેશે. એટલું જ નહીં તબીબી સહાય આપવાની સુવિધા સરળ રીતે થઇ શકે તે હેતુસર એપમાં દરેક વ્યક્તિએ તેમના આરોગ્યની સ્થિતિને નિયમિતપણે અપડેટ પણ કરવાની રહેશે.
આ હુકમ જે વ્યકિત સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને લાગુ પડશે નહીં.
કોઇપણ વ્યક્તિ લોકડાઉનના આ પગલાંનું તથા કોવિડ-૧૯ માટે નેશનલ ડિરેક્ટિવ્સ મેનેજમેન્ટનું ઉલ્લંઘન કરશે તેની વિરુદ્ધ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ ૫૧ થી ૬૦ હેઠળની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

No comments