Translate

વલસાડનો તિથલ બીચ રોશનીથી ઝગમગી ઉઠયો

 


વલસાડના તિથલ બીચ ઉપર ઘણા લાંબા સમયથી લાઇટની સમસ્‍યા હતી. દિવાળીના તહેવારમાં લોકોને સુવિધા મળી રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલના માર્ગદર્શન તથા સુચના અનુસાર તિથલ ગ્રામ પંચાયત અને સંબંધિત અધિકારીઓ સાથે સંકલન સાધી તિથલ બીચને રોશનીથી ઝળહળતો કરવામાં આવ્‍યો છે. 



જેના થકી તિથલ બીચનો રાત્રિનો નજારો અનેરો થયો છે. રોશની શરૂ થવાથી બાળકો, અબાલ વૃધ્‍ધો અને મહિલાઓ સહિત પ્રવાસીઓને સુરક્ષા સાથેની સુવિધાઓ મળશે. દિવાળી પહેલાં વલસાડ શહેરથી તિથલ સુધીનો ચાર માર્ગીય રોડની કામગીરી પણ પૂર્ણ થતાં લોકસુવિધા પ્રાપ્‍ત થશે. જેનું કામ પૂરજોશમાં ચાલી રહયું છે. 



No comments