રાષ્ટ્રીય એકતા દિવસ અવસરે વલસાડ ખાતે પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ યોજાઇ
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી- રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અવસરે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી આર.આર.રાવલની ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ વલસાડ ખાતેથી વલસાડ પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. આ અગાઉ વલસાડ કલેક્ટર આર.આર.રાવલ, પોલીસ અધિકારી/કર્મચારીઓને એકતાના શપથ લેવડાવ્યા હતા. આ માર્ચ પાસ્ટ સર્કિટ હાઉસથી શરૂ કરી ટાવર, કલ્યાણી બાગ થઇ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પૂર્ણ થઇ હતી. આ માર્ચ પાસ્ટમાં પોલીસના જવાનો, હોમગાર્ડ તથા ટીઆરબીના જવાનો જોડાયા હતા.
આ અવસરે વલસાડ કલેક્ટર આર.આર.રાવલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાએ શણગારાયેલી જીપમાં બેસી શહેરના માર્ગે ફરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.


No comments